સૌથી ટોપ પર હાલ જે મેગેઝીન ચાલી રહ્યુ હતુ એના ચીફ એડિટર ક્ષિતિજા ભટ્ટ સ્ટેજ પર ઉભા હતા. અવિરત અટક્યા વગર એના પડછંદ અવાજ મા ક્ષિતિજા બોલી રહી..અજીબ ખુમારી હતી,વ્યક્તિત્વમાં ઠસ્સો હતો. આંખો મા તેજ ને ચહેરા પર ગંભીરતા.બ્લુ રંગની લાંબી કૂર્તી પહેરી હતી.એક ખભ્ભા પર દુપટ્ટો.સાદો છતા રૂઆબદાર લાગે એવો પહેરવેશ.સ્ટેજ પરથી ઉતરી કાર્યક્રમ ના સંચાલકો સાથે વાટાઘાટો પતાવી ક્ષિતિજા રવાના થઈ.
ઘરમા આવી પાંચ મિનીટ સોફા પર બેસી એ બેડરૂમ મા ચાલી ગઇ. મનમાં વિચારો વગોળવાનો,પોતાની સાથે જ વાતો કરવાનો, દિવસભર મા કાઈ નોંધપાત્ર બન્યુ હોય એ ક્ષણ ફરી જીવવાનો તેનો નિત્યક્રમ હતો.આમ પોતાની સાથે જ જીવવાની એને ટેવ હતી એટ્લે ક્ષિતિજાઁ ને ક્યારેય એકલું ન્હોતું લાગતુ. થાકને લીધે સહેજ માથું દુખતું હતુ એટ્લે રસોડામા જઇ એણે કોફી બનાવી ને …પછી ક્યારે સુઈ ગઇ એને પોતાને પણ ખબર ના પડી.
ફ્લેટ ની બારી માંથી સૂર્યના કિરણો નો મંદ મંદ પ્રકાશ આવી રહ્યો હતો.ક્ષિતિજા ના કોમળ શરીર પર એની પીળાશ પથરાઈ રહી. સહેજ આળસ મરડી ને એ ઊભી થઈ. પાંચ મિનીટ પછી એલાર્મ વાગ્યોયો.આમ જ દરરોજ એલાર્મ વાગે એ પહેલા જ ઉઠી જતી. તૈયાર થઈ એટલી વારમા 9 વાગે સોનલ આવી ગઇ.એને કામ અંગેની સૂચનાઓ આપી.’હુ 1 વાગે જમવા આવીશ’..એમ કહીને ઝડપથી નીકળી ગઇ.
ઓફીસ પહોંચી બધાને સ્મિત સાથે ગુડ મોર્નિંગ કહી..પોતાની કેબીન મા દાખલ થઈ. ટેબલ પર આ સપ્તાહ ના બધા આર્ટિકલની ફાઇલ પડી હતી…એમા જરુરી સુધારા વધારા કરી,ફાઇનલ અપ્રુવલ સાથે પ્રિન્ટિંગ મા મોકલવા આ સપ્તાહ નો અંક આપી દીધો.ઘડિયાળમા જોયું 12 વાગ્યા હતા. અડધો કલાક હજી બીજા કામ પતાવી એ ઘરે જવા નીકળી.
આ એક દિવસનુ વર્ણન હતુ આજ રીતે 1-2-3-4 બધાં દિવસો પસાર થતા.સર્જનાત્મકતા ક્ષિતિજાની ખૂબી હતી.કે વારસા મા મળેલી ભેટ કહો.શબ્દોની પસંદગીને એની વાક્છટા પર ભાગ્યેજ કોઈ વ્યક્તિ હોય જે મોહી ન પડે.
……..અહિં ક્ષિતિજા નો પરિચય પૂરો થયો …હવે પછી ના દિવસો એના જીવનમા શુ કહાની રચે છે….ને કયા નવા કિરદારો આવે છે ….એ જોઇશુ આવતા અંકમાં….