ક્ષિતિજે મિલન: 6.સંવેદના

(બહુ સમય પછી લખું છુ, એટ્લે આગળની વાત ભુલાઈ ગઇ હોય,એથી વાચકો માટે સહેજ લાંબુ recap: પ્રથમ અંકમા ક્ષિતિજાનો પરિચય એ પછી શ્રેય અને ક્ષિતિજાની મુલાકાત,એ મુલાકાતથી બન્નેના મગજ પર થયેલી અસર,કૉલેજ મા ડોકિયું કરતા. વિકાસ,શ્રેય ને ક્ષિતિજા ની યાદો.ક્ષિતિજા ના સ્વપ્નની સંસ્થા,અને વિકાસ અને શ્વેતા નો સુરત આવવાનો નિર્ણય….બરાબર યાદ ના આવ્યુ હોય તો આગળ ના અંક પર એકવાર નજર ફેરવી લેશો🙏.)

ક્ષિતિજા બેઠી હતી.જેમ-જેમ આસ્થા એના સ્વપ્નનુ એનજીઓ આકાર લઇ રહ્યુ હતુ.એમ એમ અંદરથી રોમાંચ અનુભવતી હતી.જે દિવસથી કારકિર્દીની શરૂઆત થઈ ત્યારથી આ સંસ્થા માટે એ સતત રાહ જોતી હતી…જેવુ બેનકબેલેનસ જમા થયુ કે તરત જ એણે પાયો પુરી દીધો.એમ તો સાતેક માણસોની ટીમ એનજીઓ માટે પણ બધી જ જવાબદારી ક્ષિતિજા એકલી જ સંભાળતી.બાકીના સૌનો એમા માત્ર financial ફાળો અને નામ હતુ.ક્ષિતિજા માટે આ સંસ્થા ખૂબ જ અગત્યની હતી એટલે એની જમીન,બાંધકામ,ફર્નિચર બધુ જ કામ એ હોંશે હોંશે કરતી હતી.આ વ્યસ્તતામા શ્રેય સાથેની મુલાકાતને લીધેલો આવેલો ઉભરો જાણે ક્યાંય દબાઈ ગયો.

આજ તો કારણ હતુ ક્ષિતિજા હજુ સુધી સિંગલ હતી,ઘરેથી કોઈ લગ્નની વાત કરે તો હમણા નહી કઇ ને ટાળી દેતી.અને પોતાની પાસે તો કોઇના વિષે વિચારવા ક્યા સમય જ હતો?

શ્રેયના મનમા ક્ષિતિજા એમ જ હતી..મુલાકાત પછી થી એટલી જ સ્થિરતાથી.એને ક્ષિતિજાની જેમ ઉભરો નહોતો આવ્યો કે શમી જાય.. ધૂળ લાગી ગયેલી છબી પાછી જીવંત થય હતી..અને એ છબી ને એ નિહાળ્યા કરતો હતો.મૌન અને સ્વસ્થ રહીને.આ સંવેદનાને કાઈ નામ આપવુ એના માટે અઘરુ હતુ, ને ખરુ પૂછો તો એ આપવા પણ નહોતો માંગતો. “પ્રેમ” શુ પ્રેમ કહી સકાય આ લાગણી ને?

પ્રેમ આટલો શાંત કેવી રીતે હોઇ શકે?પ્રેમ તો ઝુનુની હોય, આવેગો હોય,સામેના વ્યક્તિને પામવાની અદમ્ય ઇચ્છા હોય…એવુ તો કાઈ જ નથી..

જે હોય એ એથી શુ ફેર પડે છે,આ સંવેદન માણી લેવાનુ શ્રેયે નક્કી કર્યુ.

ત્યા ફરી પાછો વિકાસ નો ફોન આવ્યો.”હોટલ બ્લુ પેલેસ મા આવી જા, હાલ જ કોઈ પણ સવાલો કર્યા વગર” આદેશ આપીને તરત જ વિકાસે ફોન કાપી નાંખ્યો.

“તમે પણ સાવ કેવી રીતે કહો છો,વાત કરવાની પણ રીત હોય” ‘અમારે મિત્રો વચ્ચે આવુ જ હોય,તને ખબર ના પડે’ વિકાસે શ્વેતાના સુચન નો જવાબ વાળ્યો.

હવે..? ક્ષિતિજાદી ને ફોન નથી કરવાનો?

“એ જ વિચારુ છુ,એને પણ હાલ જ બોલાવી લેવી કે થોડી વાર શ્રેય સાથે વાતો થય જાય પછી..”

“ના હો એમ તો તમારી ને શ્રેયભાઈની વાતોમા હુ બોર થય જઇશ,તમે ના કરતા હોવ તો હુ ફોન કરૂ છુ”એમ કહીને વિકાસના જવાબની રાહ જોયા વગર શ્વેતા એ ફોન લગાડી દીધો…

“શુ વાત છે ભાભી? બહુ દિવસે યાદ કર્યા.”

“ખાલી યાદ નથી કર્યા દર્શન દેવા સાક્ષાત પધાર્યા છીએ.આવી જાઓ હોટેલ બ્લુ પેલેસ.”

ક્ષિતિજા બધુ જ કામ પડતુ મુકીને નીકળી ગઇ,અચાનક જ મળેલું આ સરપ્રાઈઝ એને બહુ ગમ્યું..કૉલેજ ના દિવસો ને પાછા યાદ કરાવવાનુ જાણે ભગવાને નક્કી જ કર્યું છે એટલે જ તો પહેલા શ્રેય મળ્યો ને હવે વિકાસ, મજા પડી જશે આજે તો એક જ નામ બાકી હતુ કૉલેજ કાળનુ ‘અનુભવ’.

************

(કૉલેજ ના મિત્રો ની હવે થનારી મુલાકાતને એમા વિકાસના શ્રેય ને ક્ષિતિજા ને નજીક લાવવાના પ્રયાસો…જોઈશુ આગળ ના અંકમા…અનુભવનુ પ્રકરણ પણ ખુલશે ફરી ક્યારેક..) નવા અંક ની જાણકારી મેળવવા માટ ેfollow on wordpress

ક્ષિતિજે મિલન: 5.પ્રયાસ

(ગતઅંક મા આપણે જોયુ કે ક્ષિતિજા અને શ્રેય બેય મુલાકાત પછી કૈક અલગ અનુભવી રહ્યા હતા.પણ ક્ષિતિજા એક જગ્યા એ વક્તવ્ય આપવા જવાનુ હતુ એ ભૂલી ગયેલી.એટલે પોતાની ગેરજવાબદારી પર એને ગુસ્સો આવ્યો,અને બીજા વિચારો ને બાજુ પર મુકી ,શિસ્ત-બદ્ધ થવા પર એણે ધ્યાન કેન્દ્રિત કર્યું)
*****************************************************
શ્વેતા (વિકાસ ની પત્ની) વિકાસ માટે ચા બનાવીને રાહ જોતી બેઠી હતી.વિકાસે આવતા વેંત જ ટેબલ પર પડેલા કપ માંથી બે ઘૂંટડે ચા ગટગટાવી.શ્વેતા એ પુછ્યુ , રજા લીધી કે નહી તમે …અને ક્યા જઈશુ કાઈ નક્કી કર્યું?? “તુ મગજ ખાવાનુ ના ચાલુ કરીશ ,માણસ થાકીને આવ્યો હોય,થોડી શાંતિ તો લેવા દે.” ઋક્ષતાથી વિકાસે જવાબ આપ્યો.શ્વેતાનો ખીલેલો ચહેરો સહેજ મુરજાઈ ગયો.પણ તરત જ ફરી સ્વસ્થ થઈને કહ્યુ “સારુ નહી ખાવુ મગજ,આ તો તમને કાઈ વિચાર આવે નહી, એટલે મારે જ કૈક સૂજવવુ પડે ને બાકી કાલે શ્રેયભાઈ એ કીધુ એમ ટેણીયા આવે પછી જજો ફરવા ?” ‘હા,હા હજી બહુ સમય છે.જઇશુ એમ ક્યાં કહુ છુ નહી જઇએ.’ વિકાસે જવાબ આપ્યો. “તમે તો કૉલેજમા હતા ત્યારે શ્રેયભાઈ ને ક્ષિતિજાદી સાથે બહુ ફરી લીધુ છે,એટલે ધરાઈ ગયા હોવ,પણ હવે મને ફેરવવાની જવાબદારી છે તમારી” ‘હા એ તો તે સાચુ કહ્યુ,બહુ ફર્યા અમે ક્યારેક હુ ને શ્રેય એકલા, ક્યારેક ક્ષિતિજા સાથે ને ..લે,આ તો વિચાર જ ના આવ્યો,સુરત જવુ છે આપણે,શ્રેય ને ક્ષિતિજા બેય ત્યાં છે,આપણા લગ્ન મા મળ્યા એ મળ્યા પછી ક્યારેય મોકો જ નથી મળ્યો,બધા પોતપોતાની જીંદગી મા પડી ગયા…

શ્રેયે ક્ષિતિજાએ આપેલા એડ્રેસ પર કાળજી પૂર્વક સામાનની ડિલિવરી કરાવી દીધી.અને A.C ફિટ કરાવવા પોતે પર્સનલી કારીગર લઇને ગયો.કામ ચાલુ હતુ ને એ જગ્યાનુ નિરીક્ષણ કરતો હતો…અદ્દલ એવી જ જગ્યા જે ક્ષિતિજા હંમેશા વાતોમા વર્ણવતી…એ જ્યારે એના આ સ્વપ્નોની વાતો કરતી…ત્યારે એની બોડી-લેન્ગવેજ એકદમ જ બદલાઇ જતી….કિકી સહેજ મોટી થઈ જાય આંખોમા ચમક ભળી ગઇ હોય,અને અવાજમા હંમેસ કરતા થોડી નરમાશ આવે અને મક્કમતા વર્તાય. શ્રેય વિચારી રહ્યો હતો….”પણ એ બધુ અત્યારે સમજાય છે,ત્યારે તો માત્ર વાતો જ લાગતી, એ પુછતી તમને બેય ને આવા કાઈ વિચારો નથી આવતા? અને વિકાસ હા નથી આવતા,કલ કી કલ દેખેંગે એમ કહી ને હસી નાખતો,મારે તો કાઈ બોલવાનુ હોય જ નહી, ક્યારેક ક્ષણ પુરતુ થતુ ,હુ શુ ઈચ્છુ છુ જીંદગીમાં પણ કાઈ ખાસ વિચાર આવતો જ નહી,એક પરિવાર ને જરૂરિયાતો પુરી થાય એટલી કમાણી એથી વધુ કાઈ ઈચછ્યુ જ નથી.”           વિચારો ની સાંકળ મા ફોનની ઘંટડી એ વિરામ પાડ્યો.ફોન ખિસ્સામાથી નીકાળતી વખતે સહેજ આશા હતી કે, ક્ષિતિજાનો ફોન હોય,પણ સ્ક્રીન પર વિકાસનુ નામ હતુ.વિકાસએ બે-ચાર આડી-અવળી વાતો કરી ફોન કાપી નાખ્યો.શ્રેયને કંઇક અજુગતુ લાગ્યુ પણ વધુ વિચારવાની તસ્દી ન લીધી…… આ બાજુ ક્ષિતિજાને પણ ક્યારની ઇચ્છા હતી શ્રેય ને ફોન કરી ને પૂછવાની,ખરુ પૂછો તો કામ માટે ક્યા ફોન કરવો હતો,બસ ઇચ્છા હતી ફોન કરવો છે,…….અને આવા જ અષ્પશ્ટ વિચારોમા એ કાલે પોતાનુ કામ ભૂલી ગયેલી….એ વાત યાદ આવતા ક્ષિતિજા એ ફોન કરવાનુ રહેવા દીધુ….દિવસ એમ જ પૂરો થયો ઓફિસેથી નીકળી ક્ષિતિજા પેલી જગ્યાએ જઇને જોઇ આવી…A.c ફિટ થઈ ગયા હતા. બસ હવે એકાદ-બે મહિનામા એનુ સ્વપ્ન સાચુ થવાનુ હતુ.પણ ત્યા ક્યાં અટકવાનુ હતુ એણે તો હજી એ સંસ્થા જે હજી ખુલી પણ નથી એને વિસ્તારવી હતી….                                     આ બાજુ શ્વેતા એ વિચારીને ખુશ હતી કે વિકાસ એને ફરવા લઇ જવાનો છે.અને વિકાસના મનમા દોસ્તોને મળવાની આતુરતા હતી,અને શ્રેય ને ક્ષિતિજાને નજીક લાવવાનો પ્લાન…પહેલા ક્ષિતિજાને મળવુ કે શ્રેય ને કઇ રીતે અને ક્યા બધાએ ભેગા થવુ….એવી કેવી પરિસ્થિતિ ઊભી કરવી કે જેથી શ્રેય ને ક્ષિતિજા બેય મા એકબીજા માટે કૂણી લાગણીઓ જાગે…એ બધુ જ વિકાસ વિચારી રહ્યો હતો…..પૂરા પ્રયાસ કરવા છે આ વખતે તો બેય ને નજીક લાવવાના એવો નિર્ણય કરી વિકાસે આંખો બંધ કરી..

*************************************

અંક લખવામા બહુ મોડુ થઈ ગયુ છે ……વાચકો દિશાની અનિયમિતતા ને ચલાવી લે એવી આશા ….😋😋 નવા લેખ ની જાણકારી માટે wordpress પર ફોલો કરવા વિનંતિ…… અને આપ સૌના suggestions તેમ જ જ encouragement બદલ આભાર

ક્ષિતિજે મિલન: 4. અનુભૂતિ

( ગત અંકમા આપણે ક્ષિતિજાના કૉલેજકાળ મા ડોકિયું કર્યું ,વિકાસને ક્ષિતિજાની મિત્રતા, ને શ્રેય એ વિકાસને ફોનમા અચાનક ક્ષિતિજા સાથે થયેલી મુલાકાતની વાત કરી) હવે આગળ…..

*************************************

કાલે થયેલી મુલાકાતથી શ્રેય અને ક્ષિતિજા પર કાંઇકતો અસર થઈ હતી.પહેલી નજરનો પ્રેમ જેવુ અતિશયોક્તિ નહી કહુ.પણ સ્વાભાવિક માનસ છે આ માનવીનુ,કોઈની હૂંફ,લાગણી,પ્રેમ શોધવાનુ.વિજાતીય આકર્ષણ પણ તો કુદરતી અને સામાન્ય છે.                                            આજે સૌથી પહેલુ કામ ક્ષિતિજા એ શ્રેયના શોરૂમ પર જવાનુ કર્યું.આમ પણ કામ અધૂરુ રહી ગયુ હતુ.અંદર જઇને કારીગર મગન સાથે A.C વિશે વાત ચાલુ કરી.ક્ષિતિજાની આંખો ને મગજ બેય સ્થિર નહોતા એ ક્ષણે, આંખો શ્રેયને શોધવા આમથી તેમ ફરતી હતી.અને મગજ શ્રેય અંદર હશે,કે હવે આવશે,શ્રેય વિશે પૂછુ કે નહી,એ બધા વિચારો કરતુ હતુ…ત્યાં મગને સામેથી જ કહી દીધુ, “મેડમ, તમે સાહેબ ને શોધો છો ને?પણ સાહેબ હજી નથી આવ્યા એમનુ કાઈ નક્કી ના હોય રોજ આવીને મારે જ તાળા ખોલવાના સાહેબ એમની ઇચ્છા થાય એ ટાઈમે આવે,મને લાગે છે કાલેતો અહિ જ સુઈ ગયા હસે,પછી સવારમા ઉઠીને ઘરે ગયા લાગે છે.”                       ” ઓ બાપ રે, આટલી અનિયમિતતા,….અહિ જ સુતા હસે??ઘરે કોઈ રાહ ના જોતુ હોય??” ક્ષિતિજા એ પુછ્યુ, શ્રેયના લગન થઈ ગયા હશે? એની પત્ની હશે એ બધાજ મનના પ્રશ્નોનો જવાબ મેળવવા.”ના રે ..એકલા હોય તયારે જ આવુ ખાતુ હોય ને બાકી બૈરા-છોકરાં વાળાને તો ટાઈમે ઘરે જવુ જ પડે….મારે ય તે ટાઈમે પહોચી જ જવાનું ઘરે નહિતર બૈરી લોહી પી જાય…”મગન તાનમા વાતે ચડી ગયો…. આજે ખાલી હાથે પાછા જવાય એમ નહોતુ, એટ્લે શ્રેય ને મળવાની ઇચ્છા બાજુ પર મુકી, A.C  ઓર્ડરને ચેક આપી, ક્ષિતિજા રવાના થઈ…બહાર નીકળવા માટે એના પગ ઉપડતા નહોતા,કેટલાય સમયથી આટલી તીવ્રતાથી કાઈ અનુભવ્યુ જ નહોતુ, સ્થિતપ્રજ્ઞ થઈ ગઇ હતી જાણે, નવી ઉર્જાનો અનુભવ થતો હતો…છતા ત્યાંથી નીકળવુતો પડયુ જ .છેલ્લી સેકન્ડ સુધી ઇચ્છા હતી શ્રેય આવી જાયતો જરીક વાત થઈ જાય,પણ કદાચ નિયતિમા આજે એમનુ મળવાનુ ન્હોતું (ખાલી આજે જ ને!!!!!!)….                                                               શ્રેય આવ્યો ત્યારે મગને ક્ષિતિજાની વાત કરી, એ પણ ક્યાં આખી રાત સૂતો હતો….ક્ષિતિજા,વિકાસ કૉલેજ ને ‘અનુભવ'(ક્ષિતિજા નો ભૂતકાળ) બધુ જ યાદોમા રમતુ હતુ.એને ક્ષિતિજા સાથે વાત કરવાની આતુરતા નહોતી કારણકે એ ક્યાં છૂટો જ પડ્યો હતો, સતત એ તો જાણે ક્ષિતિજા સાથે જ હતો,પણ ત્રીજા વ્યક્તિ તરીકે. કૈક ઉંઘ મા આવેલુ સ્વપ્ન હતુ ને ,કૈક યાદ આવેલો ભૂતકાળ એ આખામા ક્ષિતિજા જરીક વાર પણ આંખ સામેથી ખસી નહોતી,…..અને વાત કરે તો પણ શુ? એક તો પોતે શરમાળ ને એમાંય ક્ષિતિજા સામે શુ બોલવુ એ એને ન સમજાય..                                                         એકબીજાના અવાજ સંભળાવા, ચહેરા દેખાવા,સંગીત જેવુ કંઇક હૃદયમા વાગવુ એ બધુ જ સીરીઅલોમા બતાવે એવુ કશુ જ નહોતું થતુ….હા પણ કૈક અલગ અનુભૂતિ તો હતી જ .                                     ક્ષિતિજા ઓફિસે પહોચી. આમ તો મગજમાંથી શ્રેય ખસતો નહોતો,પણ આ બધી વિચિત્ર અનુભૂતિઓનુ પૃથ્થકરણ રાતે કરવાનું નક્કી કરી કામે વળગી ગય…..કામ કરતા કરતા 4:00 વાગી ગયા….ફોન વાગ્યો, શાળાના ટ્રસ્ટીનો ફોન હતો, “મેડમ 4:30એ પહોચી જશોને? તમને યાદ કરાવવાનુ ના હોય.તો ય થયુ એક વાર ફોન કરીને કહી દઉ.”………અરે રે આજે તો વક્તવ્ય આપવા જવાનુ હતુ,સાવ મગજમાંથી જ નીકળી ગયુ.દર વખતે વક્તવ્ય આપવાનુ હોય તયારે અગાઉથી ક્ષિતિજા મનમા અમુક મુદ્દા તૈયાર રાખતી.અને સમયસર પહોચી પણ જતી….પણ આજે કોણ જાણે મગજમાથી વાત સાવ નીકળી જ ગયેલી…..પોતાની ગેરજવાબદારી પર ક્ષિતિજાને ચીડ થઈ આવી.તરત ગાડીની ચાવી કાઢી એ ઉપડી.છતા સમય કરતા 15 મિનીટ મોડુ થઈ ગયુ.વક્તવ્યમા તો વાંધો ના આવ્યો.છતા ક્ષિતિજાને આ જરાય ના ગમ્યુ,કેટલાય સમયની નિયમબદ્ધતામા ભંગ પડ્યો એ એને ખટકતૂ હતુ, બીજા બધાં માટે આ બહુ નાની વાત હતી ભારત મા 4 એટ્લે 4:30નો જ સમય ગણાય,અને ક્ષિતિજા ની નામના પ્રમાણે એ 15 મિનીટ તો શુ 1 કલાક રાહ જોવરાવે તો પણ લોકો ખુશીથી રાહ જુએ….કાર્યક્રમ પૂરો થતા જ એ નીકળી. અપ્રસન્ન ચિત્તે બેડ ઉપર આડી પડી….અને પેલી વિચિત્ર અનુભૂતિઓનુ પૃથ્થકરણ કરવાનુ તો બાજુ પર રહ્યુ….ને એનાથી ભુલ કેમ થય એ વિચારવા લાગી….અંતે ફરી આવુ ન થવુ જોઈએ એમ નક્કી કરી સુઈ ગઇ.

×××××××××××××××××××××××××××××××××

હવે ક્ષિતિજા ને શ્રેય ફરી મળશે કે નહી, ક્ષિતિજા પોતાની નિયત જીંદગીમા ફેરફાર લાવશે કે નહી,નિયતિ એમને ફરી મેળવશે કે કોઈનો ખાસ પ્રયત્ન,……જોઇશુ આગળ.

ક્ષિતિજે મિલન: 3. ડોકિયુ

(વીતેલા અંકો મા ક્ષિતિજાના વ્યક્તિત્વનો આપણે પરિચય જોયો અને પછી કૉલેજ ના જુના મિત્ર શ્રેય સાથેની મુલાકાત …હવે આગળ આપણે એમના કૉલેજ કાળમાં ડોકિયું કરશુ.)

***********************************

આજે ક્ષિતિજા રોજ કરતા વહેલા ઘરે આવી.એના નિત્યક્રમ મુજબ જ દીવસભરની વાતો મનમાં વાગોળવાની હતી.ને સતત શ્રેય નો ચહેરો એની વાત કરવાની રીત,શરુઆતમા એનો સંકોચ એ બધુ એની આંખ સામે રમતુ રહ્યુ.વચ્ચે વચ્ચે કૉલેજની કોઈ કોઈ વાતો અને દ્રશ્યો પણ આંખ સામે આવતા હતાં.ક્ષિતિજાને ખુદ ને પણ ખબર નોતી કે એના ચહેરા પર એક હળવુ સ્મિત હતુ.                                                                    શ્રેય,ક્ષિતજા,અને વિકાસ ત્રણેય એકબીજાના મિત્ર હતા.પણ વિકાસની જેમ શ્રેય એટલો ખુલી ન સકતો.ક્ષિતિજાની બીજી પણ ઘણી સખીઓ હતી ને એમ  જ  શ્રેય  અને  વિકાસના સખાઓ(મિત્રો).સ્કૂલ કૉલેજ મા પહેલા અમુકની સાથે કારણે-અકારણે વાત-ચિત કરીએ છીએ.પછી એમાંથી અમુક માત્ર ફોર્મલ સ્માઈલ પુરતા મિત્ર બની રહે છે,નાનકડુ અથવા મોટુ સર્કલ બને છે જેમની સાથે વધુ ઉઠવા-બેસવાનુ થાય.એટ્લે કે વધુ વાતો થાય.અને એમાંથી પણ અમુક પર  ભરોસો થાય છે,લાગણી નો સેતુ બંધાય છે,એકબીજા ને સમજી શકાશે,એકબીજાની ભૂલો માફ કરી શકાશે એવુ લાગે છે.એ અમુક સાથે જાણે કંઇ વેંવલેન્થ જેવુ મળતુ હોય છે,અલગ જ પ્રકારનુ અટેચમેન્ટ હોય છે.આવુ જ અટેચમેન્ટ ક્ષિતિજાને વિકાસ સાથે હતુ.બીજી ઘણી બહેનપણીઓ સાથે પણ હતુ.                                આવા વિશ્વાસને લાગણી સાથેના મિત્રોમા જતિભેદનુ કોઈ મહત્વ નથી. ફ્રેન્ડ,દોસ્ત,મિત્ર એ છોકરી હોય કે છોકરો ખાસ ફરક નથી પડતો,પણ એ તો એમની નજરમા દુનિયા માટે તો “લડકા ઓર લડકી કભી સિર્ફ દોસ્ત નહી હો સકતે😂😂.”                                                             વિકાસ અને ક્ષિતિજા બેય કલાસરૂમ સેક્રેટરી હતા.શરુઆતમા 6 મહિનાતો ફકત કામ પુરતુ જ બોલવાનુ થતુ.ક્ષિતિજા સાવધાન રહેવામા માનતી,બહુ જલદી વિશ્વાસ ન મુકે.પણ વિકાસ ક્ષિતિજાને ભરોસાપાત્ર લાગ્યો.એટ્લે બેયને એકબીજા સાથે સારુ બનવા લાગ્યુ.નવા મિત્રો બને એ પછી ખાલી મિત્રો હોય કે બીજુ કાઈ કૉલેજમા બ્રેકિંગન્યૂઝ ફેલાઇ જતા.એ જ રીતે ક્ષિતિજા અને વિકાસની નવી બંધાઈ રહેલી મિત્રતા વિષે પણ થોડી વાતો થવા લાગી.પણ એનાથી ક્ષિતિજા કે વિકાસ બેમાંથી એકેય ને ખાસ ફરક નતો પડતો.અને બાકી મિત્રતાની મર્યાદા એ બેય સારી રીતે સમજતા એટ્લે સમચારોને હવા મળે એવુ કાઈ ન કરતા.                          એ પછી થોડા સમય પછી વિકાસ ને લીધે જ શ્રેય સાથે વાતો વધી અને ક્ષિતિજાની શ્રેય સાથે પણ દોસ્તી થઈ.                                                                     આજે ક્ષિતિજા મળી એટલે શ્રેયે વિકાસ ને ફોન કર્યો.”શુ વાત છે ભાઈ?ઘણા દિવસે યાદ કર્યા.” ‘બસ કાઈ ખાસ નહી, તુ કે કેવુ ચાલે છે તારે?’ શ્રેય એ જવાબ આપ્યો.”બસ ચાલ્યા કરે, એ જ રોજિંદી લાઈફ,શ્વેતા બૂમો પાડે છે,ક્યાંક ફરવા જવુ છે.” ‘ સરસ નીકળી પડો ત્યારે ભાભી સાથે,પછી ટેણીયા મેણીયા આઈ જશે તો નહીં ફરવા મળે બહુ.’શ્રેય હસતા હસતા બોલ્યો.”ના ભાઈ હજી વાર છે…હાલ કોઈ વિચાર નથી,તુ પણ…., બોલ તારે હવે સુરત જ રહેવાનુ કે બિસ્તરા બાંધી નીકળી જવાનુ છે?” વિકાસે પુછ્યુ ‘ ના,ના હવે ક્યાંય નથી જવુ’ આ ના,ના કંઇક અલગ રીતે બોલાયું હતુ.વિકાસે તરત પકડી પાડ્યુ.”શુ વાત છે ભાઈ ,સુરતમા એવુ તો કોણ મળી ગયુ?” ‘ અરે ના ,એવુ કાઈ નથી,હા પણ આજે ક્ષિતિજા મળી હતી’ શ્રેય એ જરાક ખચકાટ સાથે કહ્યુ.” ઓહ તો એટ્લે અમને યાદ કર્યા આજે,તો ભાઈ સીધો પોઇન્ટ પર આવ ને.” ‘કાઈ નહીં યાર બસ આજે એ શોરૂમ પર આવી હતી ત્યા અચાનક મળી ગયા’ ” પછી?”  ‘ પછી શુ થોડી વાતો કરી ને છુટા પડ્યા.’ “અને તમારા હૃદય પર છવાઈ ગયા” વિકાસ હસવા લાગ્યો ‘ના હવે,શુ કાઈ પણ’ ” સારુ સારુ નથી ખેંચતો બસ,પણ જોજે શેખચલ્લી બની ને સપના જોવે એ પહેલા, એનાં લગન કે સગાઈ તો નથી થઈ ગઇ ને😂”  ‘ હુ કોઈ સપના નથી,જોતો ચાલુ પડી ગયો ને તુ પાછો ‘ “હવે તો પૂરો ફાયદો ઉઠાવીશ,મોકો મળ્યો છે,5 મહિના પહેલા ફોન આવયો હતો શ્વેતાના બર્થડે પર,ત્યારે તો ક્ષિતિજા સિંગલ જ હતી.” ‘તુ નહીં માને ને,એવુ કાઈ નથી,જેવુ તુ વિચારે છે.’ “સારુ સારુ ,ચાલ જમવા બેસવુ છે ,ફરી વાત કરશુ”

**************************************

 

 

લય-પ્રલય : કાવ્ય 1

જજૅરીત મકાનને મહેલ ગણી એ જીવતા રહ્યા

ધૂંધળી છબીઓ પરથી ધૂળ ખંખેરતા રહ્યાં

ક્ષણની સાથે હળવેથી વીતતા રહ્યા

જાણી જોઈને ખુદને જ દઝાડતા રહ્યા

એ જ ખંડેર નીચે દટાવાનુ એક દિન નક્કી હતુ

આંચકા ની રાહે ત્યા જ દિવસો ગુજારતા રહ્યા

‘દિશા’ જોતી રહી આમ જ અનેકો,

ભૂતકાળમાં જીવતાં રહ્યા ,ને સ્વ ને જ હણતા રહ્યા

 

ક્ષિતિજે મિલન: 2.મુલાકાત

ક્ષિતિજા અગ્રવાલ ઇલેક્ટ્રોનિક્સમા દાખલ થઈ.’શુ જોઈએ છે મેડમ? ‘ ‘હાલ તો A.c’ “કેટલા ટન નુ ને કઇ કંપનીનુ ….આ જુઓ આ બાજુ આનુ કુલિંગ એક્દમ જબરદસ્ત છે.”માણસ બોલતો હતો ત્યા ક્ષિતિજા ની નજર દરવાજા પર પડી. કાચ ના બારણાંની આરપાર દેખાતુ હતુ.સ્કાય બ્લુ કલરનુ ડેનિમ અને બ્લેક કલરના શર્ટમા પ્રમાણમાં હેન્ડસમ કહી શકાય એવો છોકરો,બાઈક સાઈડમા પાર્ક કરી,ગોગલ્સ ઉતારતા એ અંદર પ્રવેષ્યો. ક્ષિતિજા એકીટશે જોઇ રહી, આતો શ્રેય હતો. શ્રેય ક્ષિતિજા તરફ જ આવ્યો. “હાય, શ્રેય કેમ છે?” ક્ષિતિજા એ પહેલા જ પૂછી લીધુ…મનમા તો કૉલેજ ના ચિત્રો ચિત્રપટની જેમ ફરી વળ્યાં.એ જાણતી હતી શ્રેય મૂંઝાશે. ‘બસ મજામાં’ શ્રેય એ જવાબ આપ્યો. “ગોગલ્સ,બાઈક, સ્વેગ બાકી કૉલેજ જેવો જ.” ‘ના ના એવું કાઈ નથી’ શ્રેય ના હાવભાવ જોઇ ક્ષિતિજા ખડખડાટ હસી પડી. એવો ને એવો જ રહ્યો તુ હજી પણ એટલો જ સંકોચ. ‘હા ..જરાક, તુ પણ તો એવી ને એવી..કેટલું મોટેથી હસી હાલ આખો શોરૂમ ગુંજી ઉઠ્યો.’ ‘તને યાદ છે એમ?’ વાતો લાંબી ચાલશે એવુ લાગે છે,ચાલ અંદર બેસીએ.” આમ કોઇના શોરૂમ મા વાતો કરશુ,બહાર જઇએ.” જરાક બ્રેક લગાડ કોઈનો નહીં મારો જ શોરૂમ છે. શ્રેય એ કહ્યુ. ઓહ ગ્રેટ (બેય અંદર ની તરફ વાતો કરતા કરતા ચાલ્યા) શ્રેય એ પુછ્યુ શુ લઈશ ચા,કોફી કે ઠંડુ? “આવુ પૂછવાની સેન્સ આવી ગઇ તારામાં ” ‘હા હવે ,હુ પહેલેથી સેન્સિબલ જ હતો, આ તો ખાલી કમ્ફર્ટેબલ થતા થોડી વાર લાગે છે.’ શ્રેય એ પોતાના બચાવ મા કહ્યુ “હા ,હા ખબર છે” ક્ષિતિજા ફરી મર્માંળૂ હસી. બોલ હવે અહિયાં ક્યાંથી? ‘ બસ હમણાં હમણાં જ સુરત શિફ્ટ થઈ છુ…” કોઈ કામ હોય તો કહેજે ,સુરત હવે મારુ જાણીતુ શહેર થઈ ગયુ છે.” શ્રેય બોલ્યો. ‘ સારુ છે ને સંબંધો મા ઋણ નથી ચઢતૂ ,બાકી મારે કૉલેજ ટાઈમ નુ બધા મિત્રોનુ કેટલુ ઋણ ઉતારવુ પડત.’ ક્ષિતિજા થોડા ગંભીર અવાજ મા બોલી. “બસ -બસ ફિલોસોફી…ખબર છે બહુ સારી સ્પીકર છે …પણ આવા ભારે શબ્દો મારી આગળ ના વાપર…શુ કામે આવી હતી હાલ એ બોલ?’ શ્રેય એ વાતાવરણ ને હળવું કરી દીધું. હા જે કામે આવી હતી એ તો બાજુ પર જ રહી ગયુ. 15 A.C ને 8 ગીઝર લેવાના છે. ‘ આટલા બધા A.C દુકાન ખોલવી છે કે શુ?

×××××××××××××××××××× બહુ લાંબી ચાલી ને ક્ષિતિજા અને શ્રેયની વાતો…….શુ લાગે છે? જુના મિત્રો ની મિત્રતા કઇ રીતે આગળ વધશે?……જેઇશુ આગળ

આવતા અંકે (પાછા જવા માટે ક્ષિતીજાના પગ ઉપડતા નહોતા..એને ત્યાંજ રહેવુ તુ હજી રાહ જોવી હતી.આટલી તીવ્રતાથી ઘણા સમયથી કાઈ અનુભવ્યું નહોતુ.)

ક્ષિતિજે મિલન: 1.પરિચય

સૌથી ટોપ પર હાલ જે મેગેઝીન ચાલી રહ્યુ હતુ એના ચીફ એડિટર ક્ષિતિજા ભટ્ટ સ્ટેજ પર ઉભા હતા. અવિરત અટક્યા વગર એના પડછંદ અવાજ મા ક્ષિતિજા બોલી રહી..અજીબ ખુમારી હતી,વ્યક્તિત્વમાં ઠસ્સો હતો. આંખો મા તેજ ને ચહેરા પર ગંભીરતા.બ્લુ રંગની લાંબી કૂર્તી પહેરી હતી.એક ખભ્ભા પર દુપટ્ટો.સાદો છતા રૂઆબદાર લાગે એવો પહેરવેશ.સ્ટેજ પરથી ઉતરી કાર્યક્રમ ના સંચાલકો સાથે વાટાઘાટો પતાવી ક્ષિતિજા રવાના થઈ.

ઘરમા આવી પાંચ મિનીટ સોફા પર બેસી એ બેડરૂમ મા ચાલી ગઇ. મનમાં વિચારો વગોળવાનો,પોતાની સાથે જ વાતો કરવાનો, દિવસભર મા કાઈ નોંધપાત્ર બન્યુ હોય એ ક્ષણ ફરી જીવવાનો તેનો નિત્યક્રમ હતો.આમ પોતાની સાથે જ જીવવાની એને ટેવ હતી એટ્લે ક્ષિતિજાઁ ને ક્યારેય એકલું ન્હોતું લાગતુ. થાકને લીધે સહેજ માથું દુખતું હતુ એટ્લે રસોડામા જઇ એણે કોફી બનાવી ને …પછી ક્યારે સુઈ ગઇ એને પોતાને પણ ખબર ના પડી.

ફ્લેટ ની બારી માંથી સૂર્યના કિરણો નો મંદ મંદ પ્રકાશ આવી રહ્યો હતો.ક્ષિતિજા ના કોમળ શરીર પર એની પીળાશ પથરાઈ રહી. સહેજ આળસ મરડી ને એ ઊભી થઈ. પાંચ મિનીટ પછી એલાર્મ વાગ્યોયો.આમ જ દરરોજ એલાર્મ વાગે એ પહેલા જ ઉઠી જતી. તૈયાર થઈ એટલી વારમા 9 વાગે સોનલ આવી ગઇ.એને કામ અંગેની સૂચનાઓ આપી.’હુ 1 વાગે જમવા આવીશ’..એમ કહીને ઝડપથી નીકળી ગઇ.

ઓફીસ પહોંચી બધાને સ્મિત સાથે ગુડ મોર્નિંગ કહી..પોતાની કેબીન મા દાખલ થઈ. ટેબલ પર આ સપ્તાહ ના બધા આર્ટિકલની ફાઇલ પડી હતી…એમા જરુરી સુધારા વધારા કરી,ફાઇનલ અપ્રુવલ સાથે પ્રિન્ટિંગ મા મોકલવા આ સપ્તાહ નો અંક આપી દીધો.ઘડિયાળમા જોયું 12 વાગ્યા હતા. અડધો કલાક હજી બીજા કામ પતાવી એ ઘરે જવા નીકળી.

આ એક દિવસનુ વર્ણન હતુ આજ રીતે 1-2-3-4 બધાં દિવસો પસાર થતા.સર્જનાત્મકતા ક્ષિતિજાની ખૂબી હતી.કે વારસા મા મળેલી ભેટ કહો.શબ્દોની પસંદગીને એની વાક્છટા પર ભાગ્યેજ કોઈ વ્યક્તિ હોય જે મોહી ન પડે.

……..અહિં ક્ષિતિજા નો પરિચય પૂરો થયો …હવે પછી ના દિવસો એના જીવનમા શુ કહાની રચે છે….ને કયા નવા કિરદારો આવે છે ….એ જોઇશુ આવતા અંકમાં….

Welcome

Oops..it’s to exiting everytime when I start something new.one year passed already in thinking to start a blog …and finally I have done it today..

This blog is only for sharing my thoughts ,my words,poems,etc ..with you..also I want your (readers) suggestions and new ideas and also reviews……

I will try to post on blog atleast once in a week and if …i will get time than more posts i will upload …

😱😱😱 Yah….that’s enough welcome speech is getting too much longer now.

હવે આનુ આ જ ગુજરાતી મા ..

મારા ઉત્સાહ નો આજે પાર નથી. લગભગ વર્ષ થઈ ગયુ મને બ્લોગ ચાલુ કરવાનું વિચારવામા ને અંતે આજે હુ બ્લોગ ચાલુ કરૂ છું.

આ બ્લોગ મારા વિચારો ,મારા શબ્દો અને કવિતાઓ ને આપ સુધી પહોંચાડવા માટે છે.અને હા, મને આપના(વાચકોના) વિચારો અને તારણો ની પણ જરૂર છે.

દર અઠવાડિયે હુ પોસ્ટ કરવાનો પ્રયત્ન કરીશ.અને જો સમય મળશે તો વધારે…

😱😱😱હા આટલું બસ છે…શરૂઆત જ બહુ લાંબી થય ગઇ.😜