(વીતેલા અંકો મા ક્ષિતિજાના વ્યક્તિત્વનો આપણે પરિચય જોયો અને પછી કૉલેજ ના જુના મિત્ર શ્રેય સાથેની મુલાકાત …હવે આગળ આપણે એમના કૉલેજ કાળમાં ડોકિયું કરશુ.)
***********************************
આજે ક્ષિતિજા રોજ કરતા વહેલા ઘરે આવી.એના નિત્યક્રમ મુજબ જ દીવસભરની વાતો મનમાં વાગોળવાની હતી.ને સતત શ્રેય નો ચહેરો એની વાત કરવાની રીત,શરુઆતમા એનો સંકોચ એ બધુ એની આંખ સામે રમતુ રહ્યુ.વચ્ચે વચ્ચે કૉલેજની કોઈ કોઈ વાતો અને દ્રશ્યો પણ આંખ સામે આવતા હતાં.ક્ષિતિજાને ખુદ ને પણ ખબર નોતી કે એના ચહેરા પર એક હળવુ સ્મિત હતુ. શ્રેય,ક્ષિતજા,અને વિકાસ ત્રણેય એકબીજાના મિત્ર હતા.પણ વિકાસની જેમ શ્રેય એટલો ખુલી ન સકતો.ક્ષિતિજાની બીજી પણ ઘણી સખીઓ હતી ને એમ જ શ્રેય અને વિકાસના સખાઓ(મિત્રો).સ્કૂલ કૉલેજ મા પહેલા અમુકની સાથે કારણે-અકારણે વાત-ચિત કરીએ છીએ.પછી એમાંથી અમુક માત્ર ફોર્મલ સ્માઈલ પુરતા મિત્ર બની રહે છે,નાનકડુ અથવા મોટુ સર્કલ બને છે જેમની સાથે વધુ ઉઠવા-બેસવાનુ થાય.એટ્લે કે વધુ વાતો થાય.અને એમાંથી પણ અમુક પર ભરોસો થાય છે,લાગણી નો સેતુ બંધાય છે,એકબીજા ને સમજી શકાશે,એકબીજાની ભૂલો માફ કરી શકાશે એવુ લાગે છે.એ અમુક સાથે જાણે કંઇ વેંવલેન્થ જેવુ મળતુ હોય છે,અલગ જ પ્રકારનુ અટેચમેન્ટ હોય છે.આવુ જ અટેચમેન્ટ ક્ષિતિજાને વિકાસ સાથે હતુ.બીજી ઘણી બહેનપણીઓ સાથે પણ હતુ. આવા વિશ્વાસને લાગણી સાથેના મિત્રોમા જતિભેદનુ કોઈ મહત્વ નથી. ફ્રેન્ડ,દોસ્ત,મિત્ર એ છોકરી હોય કે છોકરો ખાસ ફરક નથી પડતો,પણ એ તો એમની નજરમા દુનિયા માટે તો “લડકા ઓર લડકી કભી સિર્ફ દોસ્ત નહી હો સકતે😂😂.” વિકાસ અને ક્ષિતિજા બેય કલાસરૂમ સેક્રેટરી હતા.શરુઆતમા 6 મહિનાતો ફકત કામ પુરતુ જ બોલવાનુ થતુ.ક્ષિતિજા સાવધાન રહેવામા માનતી,બહુ જલદી વિશ્વાસ ન મુકે.પણ વિકાસ ક્ષિતિજાને ભરોસાપાત્ર લાગ્યો.એટ્લે બેયને એકબીજા સાથે સારુ બનવા લાગ્યુ.નવા મિત્રો બને એ પછી ખાલી મિત્રો હોય કે બીજુ કાઈ કૉલેજમા બ્રેકિંગન્યૂઝ ફેલાઇ જતા.એ જ રીતે ક્ષિતિજા અને વિકાસની નવી બંધાઈ રહેલી મિત્રતા વિષે પણ થોડી વાતો થવા લાગી.પણ એનાથી ક્ષિતિજા કે વિકાસ બેમાંથી એકેય ને ખાસ ફરક નતો પડતો.અને બાકી મિત્રતાની મર્યાદા એ બેય સારી રીતે સમજતા એટ્લે સમચારોને હવા મળે એવુ કાઈ ન કરતા. એ પછી થોડા સમય પછી વિકાસ ને લીધે જ શ્રેય સાથે વાતો વધી અને ક્ષિતિજાની શ્રેય સાથે પણ દોસ્તી થઈ. આજે ક્ષિતિજા મળી એટલે શ્રેયે વિકાસ ને ફોન કર્યો.”શુ વાત છે ભાઈ?ઘણા દિવસે યાદ કર્યા.” ‘બસ કાઈ ખાસ નહી, તુ કે કેવુ ચાલે છે તારે?’ શ્રેય એ જવાબ આપ્યો.”બસ ચાલ્યા કરે, એ જ રોજિંદી લાઈફ,શ્વેતા બૂમો પાડે છે,ક્યાંક ફરવા જવુ છે.” ‘ સરસ નીકળી પડો ત્યારે ભાભી સાથે,પછી ટેણીયા મેણીયા આઈ જશે તો નહીં ફરવા મળે બહુ.’શ્રેય હસતા હસતા બોલ્યો.”ના ભાઈ હજી વાર છે…હાલ કોઈ વિચાર નથી,તુ પણ…., બોલ તારે હવે સુરત જ રહેવાનુ કે બિસ્તરા બાંધી નીકળી જવાનુ છે?” વિકાસે પુછ્યુ ‘ ના,ના હવે ક્યાંય નથી જવુ’ આ ના,ના કંઇક અલગ રીતે બોલાયું હતુ.વિકાસે તરત પકડી પાડ્યુ.”શુ વાત છે ભાઈ ,સુરતમા એવુ તો કોણ મળી ગયુ?” ‘ અરે ના ,એવુ કાઈ નથી,હા પણ આજે ક્ષિતિજા મળી હતી’ શ્રેય એ જરાક ખચકાટ સાથે કહ્યુ.” ઓહ તો એટ્લે અમને યાદ કર્યા આજે,તો ભાઈ સીધો પોઇન્ટ પર આવ ને.” ‘કાઈ નહીં યાર બસ આજે એ શોરૂમ પર આવી હતી ત્યા અચાનક મળી ગયા’ ” પછી?” ‘ પછી શુ થોડી વાતો કરી ને છુટા પડ્યા.’ “અને તમારા હૃદય પર છવાઈ ગયા” વિકાસ હસવા લાગ્યો ‘ના હવે,શુ કાઈ પણ’ ” સારુ સારુ નથી ખેંચતો બસ,પણ જોજે શેખચલ્લી બની ને સપના જોવે એ પહેલા, એનાં લગન કે સગાઈ તો નથી થઈ ગઇ ને😂” ‘ હુ કોઈ સપના નથી,જોતો ચાલુ પડી ગયો ને તુ પાછો ‘ “હવે તો પૂરો ફાયદો ઉઠાવીશ,મોકો મળ્યો છે,5 મહિના પહેલા ફોન આવયો હતો શ્વેતાના બર્થડે પર,ત્યારે તો ક્ષિતિજા સિંગલ જ હતી.” ‘તુ નહીં માને ને,એવુ કાઈ નથી,જેવુ તુ વિચારે છે.’ “સારુ સારુ ,ચાલ જમવા બેસવુ છે ,ફરી વાત કરશુ”
**************************************