ક્ષિતિજે મિલન: 6.સંવેદના

(બહુ સમય પછી લખું છુ, એટ્લે આગળની વાત ભુલાઈ ગઇ હોય,એથી વાચકો માટે સહેજ લાંબુ recap: પ્રથમ અંકમા ક્ષિતિજાનો પરિચય એ પછી શ્રેય અને ક્ષિતિજાની મુલાકાત,એ મુલાકાતથી બન્નેના મગજ પર થયેલી અસર,કૉલેજ મા ડોકિયું કરતા. વિકાસ,શ્રેય ને ક્ષિતિજા ની યાદો.ક્ષિતિજા ના સ્વપ્નની સંસ્થા,અને વિકાસ અને શ્વેતા નો સુરત આવવાનો નિર્ણય….બરાબર યાદ ના આવ્યુ હોય તો આગળ ના અંક પર એકવાર નજર ફેરવી લેશો🙏.)

ક્ષિતિજા બેઠી હતી.જેમ-જેમ આસ્થા એના સ્વપ્નનુ એનજીઓ આકાર લઇ રહ્યુ હતુ.એમ એમ અંદરથી રોમાંચ અનુભવતી હતી.જે દિવસથી કારકિર્દીની શરૂઆત થઈ ત્યારથી આ સંસ્થા માટે એ સતત રાહ જોતી હતી…જેવુ બેનકબેલેનસ જમા થયુ કે તરત જ એણે પાયો પુરી દીધો.એમ તો સાતેક માણસોની ટીમ એનજીઓ માટે પણ બધી જ જવાબદારી ક્ષિતિજા એકલી જ સંભાળતી.બાકીના સૌનો એમા માત્ર financial ફાળો અને નામ હતુ.ક્ષિતિજા માટે આ સંસ્થા ખૂબ જ અગત્યની હતી એટલે એની જમીન,બાંધકામ,ફર્નિચર બધુ જ કામ એ હોંશે હોંશે કરતી હતી.આ વ્યસ્તતામા શ્રેય સાથેની મુલાકાતને લીધેલો આવેલો ઉભરો જાણે ક્યાંય દબાઈ ગયો.

આજ તો કારણ હતુ ક્ષિતિજા હજુ સુધી સિંગલ હતી,ઘરેથી કોઈ લગ્નની વાત કરે તો હમણા નહી કઇ ને ટાળી દેતી.અને પોતાની પાસે તો કોઇના વિષે વિચારવા ક્યા સમય જ હતો?

શ્રેયના મનમા ક્ષિતિજા એમ જ હતી..મુલાકાત પછી થી એટલી જ સ્થિરતાથી.એને ક્ષિતિજાની જેમ ઉભરો નહોતો આવ્યો કે શમી જાય.. ધૂળ લાગી ગયેલી છબી પાછી જીવંત થય હતી..અને એ છબી ને એ નિહાળ્યા કરતો હતો.મૌન અને સ્વસ્થ રહીને.આ સંવેદનાને કાઈ નામ આપવુ એના માટે અઘરુ હતુ, ને ખરુ પૂછો તો એ આપવા પણ નહોતો માંગતો. “પ્રેમ” શુ પ્રેમ કહી સકાય આ લાગણી ને?

પ્રેમ આટલો શાંત કેવી રીતે હોઇ શકે?પ્રેમ તો ઝુનુની હોય, આવેગો હોય,સામેના વ્યક્તિને પામવાની અદમ્ય ઇચ્છા હોય…એવુ તો કાઈ જ નથી..

જે હોય એ એથી શુ ફેર પડે છે,આ સંવેદન માણી લેવાનુ શ્રેયે નક્કી કર્યુ.

ત્યા ફરી પાછો વિકાસ નો ફોન આવ્યો.”હોટલ બ્લુ પેલેસ મા આવી જા, હાલ જ કોઈ પણ સવાલો કર્યા વગર” આદેશ આપીને તરત જ વિકાસે ફોન કાપી નાંખ્યો.

“તમે પણ સાવ કેવી રીતે કહો છો,વાત કરવાની પણ રીત હોય” ‘અમારે મિત્રો વચ્ચે આવુ જ હોય,તને ખબર ના પડે’ વિકાસે શ્વેતાના સુચન નો જવાબ વાળ્યો.

હવે..? ક્ષિતિજાદી ને ફોન નથી કરવાનો?

“એ જ વિચારુ છુ,એને પણ હાલ જ બોલાવી લેવી કે થોડી વાર શ્રેય સાથે વાતો થય જાય પછી..”

“ના હો એમ તો તમારી ને શ્રેયભાઈની વાતોમા હુ બોર થય જઇશ,તમે ના કરતા હોવ તો હુ ફોન કરૂ છુ”એમ કહીને વિકાસના જવાબની રાહ જોયા વગર શ્વેતા એ ફોન લગાડી દીધો…

“શુ વાત છે ભાભી? બહુ દિવસે યાદ કર્યા.”

“ખાલી યાદ નથી કર્યા દર્શન દેવા સાક્ષાત પધાર્યા છીએ.આવી જાઓ હોટેલ બ્લુ પેલેસ.”

ક્ષિતિજા બધુ જ કામ પડતુ મુકીને નીકળી ગઇ,અચાનક જ મળેલું આ સરપ્રાઈઝ એને બહુ ગમ્યું..કૉલેજ ના દિવસો ને પાછા યાદ કરાવવાનુ જાણે ભગવાને નક્કી જ કર્યું છે એટલે જ તો પહેલા શ્રેય મળ્યો ને હવે વિકાસ, મજા પડી જશે આજે તો એક જ નામ બાકી હતુ કૉલેજ કાળનુ ‘અનુભવ’.

************

(કૉલેજ ના મિત્રો ની હવે થનારી મુલાકાતને એમા વિકાસના શ્રેય ને ક્ષિતિજા ને નજીક લાવવાના પ્રયાસો…જોઈશુ આગળ ના અંકમા…અનુભવનુ પ્રકરણ પણ ખુલશે ફરી ક્યારેક..) નવા અંક ની જાણકારી મેળવવા માટ ેfollow on wordpress

Leave a comment